The Blunt Times The Blunt Times
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
DRI વન્યજીવ તસ્કરી wildlife, the blunt times
DRIનો વન્યજીવ તસ્કરી પર પ્રહાર, 11 લોકોની અટકાયત
October 3, 2026
વલસાડ ITI અપગ્રેડ Valsad ITI, the blunt times
વલસાડ જિલ્લામાં પીએમ સેતુ યોજના અંતર્ગત 240 કરોડના ખર્ચે પાંચ આઈટીઆઈ અપગ્રેડ કરાશે
October 2, 2026
મેડટેક ઍક્સેસ Medtech access, the blunt times
મેડટેકમાં ‘ઇનોવેશન’થી ‘ઍક્સેસ’ સુધીનો પડકાર
September 25, 2026
The Blunt Times The Blunt Times
Follow us
Home/News/ગુજરાતમાં CBG પ્લાન્ટ માટે સરકાર, સુઝુકી અને JICA વચ્ચે ટૂંક સમયમાં MoU
News

ગુજરાતમાં CBG પ્લાન્ટ માટે સરકાર, સુઝુકી અને JICA વચ્ચે ટૂંક સમયમાં MoU

ગાંધીનગર: ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને સ્વચ્છ ઊર્જાના (clean energy) ઉત્પાદનને વેગ આપવા માટે રાજ્ય સરકાર, સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વચ્ચે...

Times News Service
September 24, 2026 One Min Read
8 0
ગુજરાત CBG પ્લાન્ટ, the blunt times

ગાંધીનગર: ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને સ્વચ્છ ઊર્જાના (clean energy) ઉત્પાદનને વેગ આપવા માટે રાજ્ય સરકાર, સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી કરાર (MoU) થવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

ગાંધીનગરમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાતમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનું નેટવર્ક વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન સુઝુકી અને JICA દ્વારા બાયોગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા માટે નાણાકીય અને ટેકનિકલ સહયોગ અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. બાયોગેસની સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી.

સરકાર અને જાપાનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સકારાત્મક ચર્ચા બાદ આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે વિધિવત્ MoU કરવાની દિશામાં પ્રગતિ થઈ હોવાનું જણાવાયું છે.

આ પહેલથી સહકારી ડેરીઓને સ્વચ્છ ઊર્જા ઉત્પાદન સાથે જોડવાની સાથે પશુધન આધારિત કચરાનો ઉપયોગ કરીને સજીવ ખાતરનું ઉત્પાદન વધારવાનો માર્ગ ખુલશે. સરકારનો દાવો છે કે આ આયોજન ગુજરાતના હરિત અને ટકાઉ વિકાસને વેગ આપવાની સાથે આત્મનિર્ભર ઊર્જા વ્યવસ્થાને પણ મજબૂત કરી શકે છે.

બેઠકમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર કેનિચિરો ટોયોફુકુ અને JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ ટાકુરો તાકેઉચી સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બનાસ ડેરી અને NDDBના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

Tags:

CBG Plantclean energyCompressed Bio GasGandhinagarGujaratGujarat NewsJICANDDBSuzukiઓર્ગેનિક ફર્ટિલાઇઝરગુજરાત સરકારબનાસ ડેરીબાયોગેસસહકારી ડેરીસ્વચ્છ ઊર્જા

Share Article

Times News Service

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ Surat textile, the blunt times
Previous Post

પોલિએસ્ટરના ભાવવધારા વચ્ચે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવો પડકાર

મેડટેક ઍક્સેસ Medtech access, the blunt times
Next Post

મેડટેકમાં ‘ઇનોવેશન’થી ‘ઍક્સેસ’ સુધીનો પડકાર

Top Authors
Times News Service
techadmin
Let's Connect
156k
2.25m
7.65k
285k
378.2k
5.25m
Popular Posts
Nothing found!

It looks like nothing was found here!

Related Posts

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ Surat textile, the blunt times
By techadmin
News

પોલિએસ્ટરના ભાવવધારા વચ્ચે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવો પડકાર

September 20, 2026
ગુજરાત CBG પ્લાન્ટ, the blunt times
By Times News Service
News

ગુજરાતમાં CBG પ્લાન્ટ માટે સરકાર, સુઝુકી અને JICA વચ્ચે ટૂંક સમયમાં MoU

September 24, 2026
મેડટેક ઍક્સેસ Medtech access, the blunt times
By Times News Service
News

મેડટેકમાં ‘ઇનોવેશન’થી ‘ઍક્સેસ’ સુધીનો પડકાર

September 25, 2026
વલસાડ ITI અપગ્રેડ Valsad ITI, the blunt times
By Times News Service
News

વલસાડ જિલ્લામાં પીએમ સેતુ યોજના અંતર્ગત 240 કરોડના ખર્ચે પાંચ આઈટીઆઈ અપગ્રેડ કરાશે

October 2, 2026
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
DRIનો વન્યજીવ તસ્કરી પર પ્રહાર, 11 લોકોની અટકાયત
October 3, 2026
વલસાડ જિલ્લામાં પીએમ સેતુ યોજના અંતર્ગત 240 કરોડના ખર્ચે પાંચ આઈટીઆઈ અપગ્રેડ કરાશે
October 2, 2026
મેડટેકમાં ‘ઇનોવેશન’થી ‘ઍક્સેસ’ સુધીનો પડકાર
September 25, 2026
ગુજરાતમાં CBG પ્લાન્ટ માટે સરકાર, સુઝુકી અને JICA વચ્ચે ટૂંક સમયમાં MoU
September 24, 2026
Links
  • Homepage
  • About us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy